Face Of Nation 11-06-2022 : ઈડી દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્મ પાઠવવાના મુદ્દે કોંગ્રેસ આવતીકાલે 12મી જૂને દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે તો બીજીતરફ મની લોન્ડ્રિંગના કેસમાં ED દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને કરાતી હેરાનગતી મુદ્દે આગામી 13મીએ સોમવારના રોજ અમદાવાદમાં આવેલી ED ઓફિસની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરશે. મની લોન્ડ્રિંગના કેસમાં ED દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 13મી જૂને પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. ત્યારે ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હેરાનગતિ કરવામાં આવતી હોય દેશભરમાં કોંગ્રેસ ED કચેરીની સામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરશે. જેમાં ભાગરૂપે અમદાવાદમાં 13મીએ જીએમડીસી ગ્રાઉન્ડની બાજુમાં આવેલી EDની ઓફિસની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસના તમામ ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, શહેર-જિલ્લા અને તાલુકાના પ્રમુખો તેમજ વિવિધ સેલના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહીને ધરણા કરીને EDનો વિરોધ નોંધાવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).