Home Politics RSS ના માનહાનિ કેસમાં શિવડી કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીન,15 હજાર રૂપિયા...

RSS ના માનહાનિ કેસમાં શિવડી કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીન,15 હજાર રૂપિયા બોન્ડ ભર્યા બાદ મળ્યા જામીન

રાહુલ ગાંધી પર આરોપ છે કે તેઓએ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા સાથે જોડીને ટિપ્પણી કરી હતી.

Face of Nation:મુંબઈ: કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધીને ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના માનહાનિ કેસમાં શિવડી કોર્ટમાંથી જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીને 15 હજાર રૂપિયા બોન્ડ ભર્યા બાદ જામીન મળ્યા છે. સુનાવણીમા રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે “હું નિર્દોષ છું. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. ”

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ છે કે તેઓઓ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા સાથે જોડી હતી. આ મામલે સંઘના એક કાર્યકર્તા ધ્રુતિમાન જોશીએ માનહાનિ કેસ કર્યો હતો. આ મામલે સીપીએમ નેતા સીતારામ યેચુરીને પણ સમન પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લખનીય છે કે ગૌરી લંકેશની સપ્ટેમ્બર 2017માં બેંગલુરુમાં તેમના ઘરની આગળ ગોળીમારી હત્યા કરી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કોર્ટની બહાર મીડિયા વાત કરતા કહ્યું “મે કૉર્ટમાં મારી વાત રજુ કરી હતી. આ વિચારધારની લડાઈ છે. હું ગરીબો, ખેડૂતો અને મજૂરો સાથે છું.” અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા અંગે પૂછતા રાહુલ ગાંધીએ કહ્યું કે “મારે જે કહેવાનું હતું કે હું ગઈ કાલે કહી દીધું છે. આ લડાઈ ચાલુ રહેશે. હું હવે ગત વખત કરતા 10 ગણી વધુ મહેનતથી લડીશ.”