Home Politics ટ્રમ્પના દાવા પર રાહુલ ગાંધીએ પીએમ પર સાધ્યુ નિશાન:પીએમએ રાષ્ટ્રને જવાબ આપવો...

ટ્રમ્પના દાવા પર રાહુલ ગાંધીએ પીએમ પર સાધ્યુ નિશાન:પીએમએ રાષ્ટ્રને જવાબ આપવો જોઈએ

Face Of Nation:કાશ્મીર મુદ્દાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવેલા દાવા બાદ સંસદમાં હંગામો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના દાવાને લઈને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, “જો ટ્રમ્પનો દાવો સાચો હોય તો પીએમ મોદીએ ભારતના હિત અને 1972ના શિમલા કરારને દગો આપ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયનો ખુલાસો પૂરતો નથી. આ અંગે વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ.”