Face Of Nation 03-06-2023 : સમગ્ર દુનિયા ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે અને તેનો ભરપૂર ઉપયોગ કરીને અનેક દુર્ઘટનાઓ ટાળી રહ્યા છે. ભારતમાં પણ ટેક્નોલોજી છે તેમ છતાં વારંવાર લોકોના જીવ લેતી રેલ દુર્ઘટનાઓ ઘટી રહી છે. ઓડિશાના બાલાસોરમાં થયેલી રેલ દુર્ઘટનાએ 261થી વધુ લોકોના જીવ લીધા છે. આ ભયાવહ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે પણ કાર્યવાહીનું માત્ર નાટક થશે. ભારતીયોની કમનસીબી છે કે, કાયદાનું પાલન ક્યારેય સરકારી અધિકારીઓ કે નેતાઓ ઉપર થતું નથી. જેને લઈને અવારનવાર દુર્ઘટનાઓ ઘટતી રહે છે અને લોકો મોતને ભેટે છે.
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 261 થઈ ગયો છે. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે ઘટનાસ્થળે પહોંચ્યા. હવે તેઓ હોસ્પિટલમાં ઘાયલોને મળશે. આ પહેલા પીએમએ ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બહાનગા બજાર સ્ટેશન પાસે એક માલગાડી આઉટર લાઇન પર ઉભી હતી. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી સાથે અથડાયું હતું. ટ્રેનના ડબ્બા ત્રીજા ટ્રેક પર પડ્યા હતા. થોડા સમય પછી, તે જ ટ્રેક પર આવી રહેલી હાવડા-બેંગલુરુ દુરંતો કોરોમંડલ એક્સપ્રેસના કોચ સાથે અથડાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ટેક્નોલોજી છતાં વારંવાર લોકોના જીવ લેતી રેલ દુર્ઘટનાઓ, ઓડિશા બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના,...