Home News સોરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માવઠું, ગોંડલ અને અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,...

સોરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માવઠું, ગોંડલ અને અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જુઓ Video

ફેસ ઓફ નેશન, 30-04-2020 : કોરોનાના ડર વચ્ચેના માહોલમાં લોકડાઉન સમયે હાલ સૌરાષ્ટ્રમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. આજે બપોર સુધી અસહ્ય ગરમી અને બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ સાંજની શરૂઆતે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેને કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગોંડલમાં પણ વરસાદ થતા ખેડૂતો નિરાશ થયા છે.
ગઈકાલથી અચાનક શરૂ થયેલા વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે હવામાનમાં પલ્ટો આવતા ગોંડલ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે પાંજરાપોળ અને મોવિયા ચોકડી પાસેના હોર્ડિંગ્સ ધરાશાયા થયા હતા. તેમાં કોઈ જાનહાની થઇ નથી. ગોંડલ માર્કેટ યાર્ડમાં મંગફળી સહિતના પાકોની જસણી પલળી જતા ખેડૂતોને નુકસાનીની ભીતિ વચ્ચે ગઈકાલે જ ગોંડલ માર્કેટયાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/ChIJ8VZof6w

સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે