Home Uncategorized અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ, ખેડબ્રહ્મામાં કરા સાથે વરસાદ વરસતાં બાળકોએ કરા ભેગા...

અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ, ખેડબ્રહ્મામાં કરા સાથે વરસાદ વરસતાં બાળકોએ કરા ભેગા કરવા લાગ્યા, જુઓ Video

https://youtu.be/b9D9a3lDlAQ

Face Of Nation 09-03-2022 : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટ્યો આવ્યો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટ્યો આવ્યો હતો. શહેરના ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ખેડબ્રહ્માના લાબંડીયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે પંથકમાં કમોસમી વરસાદ થયો. ખેડબ્રહ્મામાં કરા સાથે વરસાદ વરસતાં બાળકોએ કરા ભેગા કર્યા હતા.
ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરાઈ
હવામાન ખાતાની આગાહી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ જીઆઈડીસીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક છુટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં માવઠા અથવા માવઠાની અસર વર્તાઈ શકે, જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળામાં સતત ચાર માવઠાથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.
ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી એક બે દિવસમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુ એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ઉનાળાના આગમન પહેલાં ફરી એકવાર મોસમમાં બદલાવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની દ્વારા બે – ચાર દિવસમાં રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).