Home News વરસાદની આગાહી; મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં સામાન્ય કરતાં વધુ પડી...

વરસાદની આગાહી; મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં સામાન્ય કરતાં વધુ પડી શકે છે વરસાદ!

Face Of Nation 13-04-2022 : હવામાનની આગાહી કરનારી ખાનગી એજન્સી સ્કાઇમેટે 2022 માટે ચોમાસું કેવું રહેશે એ અંગેની આગાહી કરી છે. એ મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે, એટલે કે આ વખતે વરસાદના 4 મહિના દરમિયાન 98% વરસાદ પડશે. સામાન્ય રીતે ભારતમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચે 880.6 મિમી વરસાદ પડે છે, એટલે કે 2022માં એ સમાન સ્તરે પ્રમાણના 98% હોઈ શકે છે. સ્કાઇમેટે પણ આ અંદાજમાં 5% વધારો અથવા ઘટાડાનું માર્જિન રાખ્યું છે. 96%થી 104% વરસાદ સામાન્ય હોવાનું કહેવાય છે.
જે રાજ્યોમાં વરસાદની સંભાવના ઓછી છે
એજન્સીએ તેની આગાહીમાં કહ્યું છે કે જે ફૂડ બાઉલ તરીકે પ્રખ્યાત છે એ MP-UP અને પંજાબ, હરિયાણામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે. રાજસ્થાન અને ગુજરાતની સાથે સાથે પૂર્વોત્તર પ્રદેશમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર સીઝન દરમિયાન ઓછો વરસાદ જોવા મળશે. બીજી તરફ, કેરળ અને કર્ણાટકમાં પણ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ઓછો વરસાદ જોવા મળશે. આગાહી મુજબ, દેશભરમાં વરસાદી મોસમનો પ્રથમ ભાગ, પછીના ભાગ કરતાં સારો રહેશે. જૂનમાં ચોમાસાની સારી શરૂઆત થવાની શક્યતા છે.
અલ નિનોથી ચોમાસું સુરક્ષિત રહેશે
છેલ્લી 2 ચોમાસાની ઋતુઓમાં લા નિયાની બેક-ટુ-બેક અસરો હતી. અગાઉ લા નિયા શિયાળાની ઋતુમાં ઝડપથી ઘટવા લાગ્યું હતું, પરંતુ પૂર્વીય પવનોની તીવ્રતાને કારણે એ અટકી ગયું છે. જોકે પ્રશાંત મહાસાગરના લા નીના, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત પહેલાં પ્રવર્તે એવી શક્યતા છે. તેથી જ સામાન્ય રીતે ચોમાસામાં ખલેલ પહોંચાડનાર અલ નીનોને નકારવામાં આવ્યું છે.
સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેશે
સમગ્ર ભારતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મિમી વરસાદ પડે છે, જેને લોંગ પિરિયડ એવરેજ (LPA) કહેવામાં આવે છે એટલે કે 880.6 મિમી વરસાદના 100% માનવામાં આવે છે. સ્કાઇમેટે ગયા વર્ષે 907 મિમી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ વખતે એને 862.9 મિમીનો આંકડો આપવામાં આવ્યો છે. જો એજન્સીનું અનુમાન સાચું સાબિત થાય છે, તો ભારતમાં સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).