Face Of Nation:ગુજરાતમાં વરસાદે ફરીથી એન્ટ્રી મારી છે. ત્યારે સોમવારે રાત્રે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રીમઝીમ વરસાદ પડવાનો શરૂ થયો હતો. અવિરત વરસાદના કારણે અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો વરસાદના કારણે અસહ્ય બફારામાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના અસ.જી હાઇવે, મકરબા, સિવરંજની, સેટેલાઇટ વેજલપુર જેવા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આશ્રમ રોડ, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, રાણીપમાં પણ મોડી સાંજે વરસાદ પડ્યો હતો.વરસાદના કારણે નિર્ણયનગર અંડરપાસમાં પાણી ભરાયા હતા. જેતી અંડરપાસને બંધ કરવામા આવ્યો હતો.અમદાવાદના પૂર્વ વિસ્તાર જેવાકે નારોલ, વટવા, ઇશનપુર, હાટકેશ્વકસ સીટીએમ, વસ્ત્રાલ, વિરાટનગર, મણિનગર, બાપુનગર, ઓઢવર, અમરાઇવાડી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ક્યાં વાહનો બંધ થવાના અને વાહનવ્યવહાર ધીમો પડવાના દ્રશ્યો પણ સર્જાયા હતા.