Home News દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર અવિરત:16 તાલુકામાં 2મિમિથી લઈને 1.4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર અવિરત:16 તાલુકામાં 2મિમિથી લઈને 1.4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો

Face Of Nation:દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસી રહેલો વરસાદ સતત ત્રીજા દિવસે ધીમી ધારે યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદામાં 1.4 ઈંચ નોંધાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સોનગઢમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 16 તાલુકામાં 2મિમિથી લઈને 1.4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ કારણે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.