Face Of Nation:સુરત ગત રોજ સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગત રોજ સાંજથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં 3 ઈંચ અને આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી ડાંગ જિલ્લામાં આવેલી ખાપરી, સર્પગંગા, ગીરા, અંબિકા અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે.
આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 6થી 10 દરમિયાન સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.ડાંગ જિલ્લાના સુબીરમાં 104 મિમિ, આહવામાં 85 મિમિ વરસાદ નોંધાયો છે.તો વલસાડ જિલ્લામાં સવારે 6થી 10ની વચ્ચે કપરાડામાં 52 મિમિ, ધરમપુરમાં 30 મિમિ, વલસાડમાં 12 મિમિ, પારડીમાં 11 મિમિ, ઉમરગામમાં 4 મિમિ વરસાદ પડ્યો છે.નવસારી જિલ્લામાં વાંસદામાં 49 મિમિ, ચીખલીમાં 44 મિમિ, ખેરગામમાં 33 મિમિ, ગણદેવીમાં 22 મિમિ, જલાલપોરમાં 5 મિમિ, નવસારીમાં 2 મિમિ વરસાદ નોંધાયો છે.તાપી જિલ્લામાં નિઝરમાં 87 મિમિ, ડોલવણમાં 25 મિમિ, સોનગઢમાં 13 મિમિ, ઉચ્છલમાં 13 મિમિ, વાલોડમાં 5 મિમિ, વ્યારામાં 5 મિમિ, કુકરમુંડામાં 14 મિમિ વરસાદ નોંધાયો છે.તો સુરત જિલ્લાના ઉમરપાડામાં 3 મિમિ, મહુવામાં 2 મિમિ, માંડવીમાં 4 મિમિ વરસાદ પડ્યો છે.હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે સુરત શહેરમાં એક વૃક્ષ પડતા મહિલાનું મોત પણ નીપજ્યું હતું. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત રોજ સાંજે 6થી આજે સવારે 6 કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 180 મિમિ, સોનગઢમાં 101 મિમિ, ચીખલીમાં 100 મિમિ, આહવામાં 91 મિમિ વરસાદ નોંધાયો હતો. અને દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં સામાન્યથી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.