Face Of Nation:રાજકોટ વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે બપોરે મેઘરાજાએ પધરામણી કરી છે. રાજકોટમાં બપોરે 1 વાગ્યે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જ્યારે જૂનાગઢ અને મેંદરડામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યાં હતા.
ગત શનિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને તરબોળ કરી દીધો હતો. આજે એક અઠવાડીયા બાદ જોરદાર મેઘાવી માહોલ જામ્યો છે. જેના પગલે સવારથી રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. જુનાગઢમાં સવારથી મેઘાએ ઝાપટા વરસાવાનું શરૂ કર્યુ છે. ભવનાથ, ગીરનાર પર્વત તેમજ દાતારનાં પર્વતીય વિસ્તારમાં સવારે 9થી 9.30 દરમ્યાન ભારે વરસાદનું ઝાપટુ વરસતા થોડી જ વારમાં માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતાં. આ સાથે જ મેંદરડા વિસ્તારમાં પણ સવારથી જ મેઘાએ ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું હતું. એક સપ્તાહની વરાપ બાદ ધરતીપુત્રો ધમાકેદાર વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે.