Face Of Nation 25-11-2021: રોડ-રસ્તાના વિકાસના કામો થાય તે જરૂરી છે. પણ ઘણીવાર રોડ-રસ્તાના વિકાસ કામોમાં મંત્રીઓ અને રાજનેતાઓનો અભિનેત્રીઓ પ્રત્યેનો પ્રેમ પણ છલકાઈ આવતો હોય છે. કંઈક આવું જ બન્યું છે એક મંત્રી સાથે. જેમણે કહ્યુંકે, રસ્તાનો કેટરીનાના ગાલ જેવા હોવા જોઈએ. હેમા માલિની તો હવે ઘરડી થઈ ગઈ છે. એટલે કેટરીનાના ગાલ જેવા સુવાળાં રસ્તા બનાવો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચામાં આવી ગયો છે.
રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્રએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે રાજસ્થાનના રસ્તાઓ હેમા માલિની જેવા નહીં, પરંતુ કેટરીના કેફના ગાલ જેવા હોવા જોઈએ. હેમા માલિની હવે વૃદ્ધ થઈ ગઈ છે. આ સંદર્ભે અશોક ગેહલોતે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિએ મર્યાદાની બહાર જઈને નિવેદન આપવું ન જોઈએ. આમ તો મુખ્યમંત્રી કે મંત્રી કોઈપણ હોય, તેણે મર્યાદાની બહાર જઈને નિવેદન ન આપવું જોઈએ. રાજેન્દ્ર કયા સંદર્ભમાં બોલ્યા છે એનો મને ખ્યાલ નથી, પરંતુ આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી એમ વધુમાં ગેહલોતે જણાવ્યું હતું.
મંત્રીજીએ વધુમાં કહ્યું કે, હેમા માલિની તો ઉંમર થઈ ગઈ છે. એટલા તેમના ગાલ જેવા રસ્તાઓનો કઈ મતલબ નથી. મહત્વનું છે કે, બહુજન સમાજ પાર્ટીથી કોંગ્રેસમાં આવેલા રાજેન્દ્ર સિંહ ગુઢાને રવિવારે જ ગહલોત સરકારા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. ગેહલોત સરકારના મંત્રીએ આપેલાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને તેના કારણે રાજકીય વર્તુળોમાં પણ આ નિવેદનને કારણે ભારે ચર્ચા ઉભી થઈ છે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)