Face Of Nation 15-05-2022 : ચૌધરી મહેન્દ્ર સિંહ ટીકૈતના ભારતીય કિસાન યુનિયન એટલે કે BKU તેમની પુણ્યતિથિ નિમિત્તે જ બે ભાગમાં વહેચાઈ ગયુ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટીકૈત અને પ્રવક્તા રાકેશ ટીકૈત અલગ થલગ થઈ ગયા છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ સિંહ ચૌહાણના નેતૃત્વમાં નવા BKU(બિનરાજકીય)ની રચના કરવામાં આવી છે. રાજેશ ચૌહાણ જ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે નરેશ ટીકૈત અને રાકેશ ટીકૈત રાજકારણ રમતા લોકો છે. વિધાનસભા ચૂંટણીમાં એક પક્ષનો પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી રાકેશ ટીકૈત લખનઉમાં રહી ડેમેજ કન્ટ્રોલ કરવા સતત પ્રયત્નશીલ બનેલા, પણ તેમને સફળતા મળી ન હતી. ટીકૈતનો સાથ છોડનારા ખેડૂત નેતા એ મુદ્દે નારાજ છે કે આ સંગઠન ખેડૂતોના મુદ્દાને છોડી રાજકારણ તરફ વળી રહ્યું છે.
રાજેશ સિંહે કહ્યું- મારું કામ રાજકારણ કરવાનું નથી
લખનઉમાં રાજેશ સિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મૂળ ભારતીય કિસાન યુનિયનને જગ્યાએ હવે ભારતીય કિસાન યુનિયન (બિનરાજકીય)ની રચના કરવામાં આવી છે. મારો 33 વર્ષનો સંગઠનનો ઈતિહાસ છે. 13 મહિનાના આંદોલન બાદ જ્યારે અમે ઘરે આવ્યા તો અમારા નેતા રાકેશ ટીકૈત રાજકીય રીતે પ્રેરિત દેખાતા હતા. અમે તેમની સાથે વાત કરી. તેમણે કહ્યું કે આપણે બિનરાજકીય લોકો છીએ. આપણે કોઈપણ રાજકીય સંગઠનને સહયોગ કરશું નહીં.
હું કોઈ જ વિવાદનું સર્જન કરવા ઈચ્છતો નથી
અમે જોયું કે અમારા કેટલાક નેતાઓએ રાજકીય પક્ષના પ્રભાવમાં આવી કોઈ એક પક્ષ માટે પ્રચાર કરવા આદેશ આપ્યો હતો. મે આ બાબતનો વિરોધ કર્યો. પણ મારી વાત કોઈએ સાંભળી નહીં. પ્રચાર બાદ કહ્યું EVMની સુરક્ષા કરો. અમે કહ્યું આ ખેડૂતોનું કામ નથી. મે આ બાબતનો પણ વિરોધ કર્યો. તે રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકોનું કામ છે. BKU(બિનરાજકીય)નો હું અધ્યક્ષ છું. 13 દિવસ અમે આંદોલન વચ્ચે રહ્યા. આંદોલનમાં યોગ્ય સાથ પણ આપ્યો. મે એક રૂપિયાને પણ સ્પર્શ કર્યો નથી. 33 વર્ષમાં દેશમાં જેટલા પણ આંદોલન થયા છે તેમાં હું ખભે ખભો મિલાવી લડ્યો છું. હવે હું રાજકીય પક્ષમાં નહીં રહું. અમારું કામ ખેડૂતોને સન્માન અપાવવાનું છે. રાકેશ ટિકૈત અમારા સંગઠનના અધ્યક્ષ છે. હું કોઈ જ વિવાદનું સર્જન કરવા ઈચ્છતો નથી. આ એક નવું સંગઠન છે. ટીકૈત ફેમિલી અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કોઈ જ જવાબ આપ્યો ન હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજેશ સિંહ ચૌહાણ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રહેવાસી છે.
અસંતુષ્ટોને મનાવી શક્યા નહીં રાકેશ ટીકૈત
અસંતુષ્ટ ખેડૂત નેતાઓને માનવવા માટે BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત શુક્રવારે જ લખનઉ પહોંચ્યા હતા. તેઓ હરનામ સિંહના નિવાસ સ્થાને રોકાયા હતા. શુક્રવારે મોડી રાત સુધી અસંતુષ્ટ જૂથ સાથે વાતચીત કરી હતી, જોકે કોઈ સમાધાન નિકળ્યું ન હતું. ત્યારબાદ શનિવારે સાંજે ટીકૈત લખનઉથી મુઝફ્ફરનગર પરત ફર્યાં હતા, કારણ કે રવિવારે મુઝફ્ફરનગરમાં મહેન્દ્ર સિંહ ટીકૈતની પુણ્યતિથિ નિમિત્તે મોટો કાર્યક્રમ હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).