Home Sports ખેલ રત્ન અવોર્ડથી હટ્યું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે...

ખેલ રત્ન અવોર્ડથી હટ્યું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ

Face Of Nation, 06-08-2021:ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની વાત કરીએ તો મહિલા ટીમ અને પુરુષ ટીમ બન્નેએ ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે આપણાં રાષ્ટ્રીય ખેલ હોકીની રમતને પ્રોત્સાહન આપવા સાથો-સાથ અન્ય રમતો અને તેમના ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે ભારત સરકારે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે. હવેથી હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ. વર્ષ 1991માં રાજીવ ગાંધીના નામે ખેલ રત્ન અવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓએ આજના દિવસે આ મહત્ત્વની જાણકારી આપી છે. હવેથી ખેલ રત્ન અવોર્ડ ધ્યાનચંદના નામે ઓળખાશે. રમત ગમતનો સૌથી મોટો અવોર્ડ એટલેકે, સર્વોચ્ચ સન્માન ગણાય છે ખેલ રત્ન અવોર્ડ. અત્યાર સુધી ખેલ રત્ન અવોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામે આપવામાં આવતો હતો. ભારત સરકારે હવે એમાં મોટું પરિવર્તન કર્યું છે. કોઈ રાજનેતાને બદલે હવેથી ખેલ રત્ન અવોર્ડ ખેલ જગતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર ધ્યાનચંદનના નામે આપવામાં આવશે.

 

0%

Twitter

Narendra Modi

I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views. Respecting their sentimen…

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)