Face Of Nation, 16-08-2021: ગત 12મી ઓગસ્ટના રોજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટ ના પાછળના ભાગે શ્રમિકોની ઓરડીમા ભેદી આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં 8 જેટલા શ્રમિકો દાઝી ગયાં હતાં.
અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટની નિરાલી રિસોર્ટ માં કામ કરતા 2 શ્રમિકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે હજુ પણ 3 જેટલાં શ્રમિકો સારવાર હેઠળ છે. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત 12મી ઓગસ્ટના રોજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટના પાછળના ભાગે શ્રમિકોની ઓરડીમા ભેદી આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં 8 જેટલા શ્રમિકો દાઝી ગયાં હતાં. તાત્કાલિક અસરથી તમામ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ નો સ્ટાફ તેમજ તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જય ધોળા સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સારવાર અર્થે ખસેડવામાં આવેલ શ્રમિકોમાં હિતેશ કુમાર નાયક, લક્ષ્મણ લબાના, ચિરાગ નાયક, દીપક નાયક, લોકેશ નાયક, ગજરા કુરિયાજી, શાંતિલાલ લબાના તેમજ દેવીલાલ લબાના સહિતના વ્યક્તિઓ દાઝી જવાના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા શાંતિભાઈ લબાના તેમજ દેવીભાઈ લબાનાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે હજુ પણ ત્રણ શ્રમિકો સારવાર હેઠળ છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જે દિવસે આગ લાગી હતી. તેજ દિવસે તાલુકા પોલીસ દ્વારા એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. એફએસએલના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. તેમજ કયા કારણોસર આગ લાગી હતી તે બાબતે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)