Home Politics રાજ્યગુરુએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર, ‘સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે,...

રાજ્યગુરુએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર, ‘સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે, એટલે ‘આપ’માં જોડાયા’

Face Of Nation 27-04-2022 : આજથી 13 દિવસ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મનપાના પૂર્વ નેતા વશરામ સાગઠિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. ત્યારે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી અનુસૂચિત જાતિનું સંમેલન મળ્યું હતું. જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જાહેર મંચ પર કહ્યું હતું કે,’સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે, એટલે અમે ‘આપ’માં જોડાયા છીએ.
કોંગ્રેસે ટિકિટની ના પાડી એટલે આપમાં જોડાયા
હું અને વશરામ સાગઠિયા કોંગ્રેસે ધારાસભ્ય બનવા ટિકિટની ના પાડી એટલે ‘આપ’માં જોડાયા એવું નથી. પાછલી ચૂંટણીમાં વશરામભાઈ 1200 મતથી જ હાર્યા છે. પણ જેમ મેં હમણાં કહ્યું તેમ સરકાર બદલવાનું કામ કોંગ્રેસ કરી શકે તેમ નથી માટે ધારાસભ્ય બની સરકાર બદલવા અને લોકોના કામ કરવા અમે આપમાં જોડાયા છીએ. હવે વશરામભાઈને ધારાસભ્ય બનાવવાની જવાબદારી તમારા લોકોની છે અને અમે બન્ને સમાજના હિત માટે ધારાસભ્ય બનવા માંગીએ છીએ.
મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા
આજે રાજકોટમાં ‘આપ’ દ્વારા અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે પણ આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).