Home News રાજકોટમાં ભાજપના ભવ્ય રોડ શોનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

રાજકોટમાં ભાજપના ભવ્ય રોડ શોનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

Face of Nation 31-12-2021: ભાજપ રાજકોટમાં પોતાનુ શક્તિપ્રદર્શન બતાવી રહ્યું છે. રાજકોટમાં ભાજપના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો છે. ભારે તામઝામ સાથે રાજકોટના રસ્તા પર ભાજપના કાર્યકર્તાઓ ગાડી લઈને નીકળી પડ્યા છે. ત્યારે રોડ શોના રૂટ પર ભારે તામઝામ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. રોડ શો માટે ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પહોંચી ગયા છે. તો પૂર્વ વિજય રૂપાણી અને વજુભાઈ વાળા પણ રોડ શોમાં જોડાયા છે.

રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો આ ભવ્ય રોડ શો 100 ગાડી અને 1000 બાઇકના જંગી કાફલા સાથે નીકળ્યો છે. જેમાં ઠેરઠેર ભાજપના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યાં છે.

રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં. 3.5 કિલોમીટરનો ભાજપ  નો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).