Home Politics ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરાર થતાં ભારે ખળભળાટ, C.R. પાટીલનું કાર્યકર...

ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરાર થતાં ભારે ખળભળાટ, C.R. પાટીલનું કાર્યકર સંમેલન રદ, હવે શું થશે ?

Face Of Nation, 17-11-2021:  રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો સામે આવ્યો છે. 15 તારીખના રોજ ભાજપના બે દિગ્ગજ આગેવાનો વચ્ચે બોલાચાલીના પડઘા પડ્યા છે. આગામી 20 તારીખના રોજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલનું કાર્યકર્તા સંમેલન રદ કરવામાં આવ્યું છે. હવે સી.આર.પાટીલ અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે.

બે દિવસ પહેલા જ રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરારનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો હતો. તેમણે કહ્યું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.

આ વિવાદ પછી આગામી 20મીએ રાજકોટમાં પાટીલની ઉપસ્થિતિમાં મોકરિયા જૂથે રાખેલો જનસંઘથી ભાજપ નામનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરાયું હતું. જેમાં શહેર ભાજપના રૂપાણી સમર્થકોને સાઇડલાઇન કરાતા આ મુદ્દે બે દિવસ પહેલાના સ્નેહમિલનમાં વિખવાદ થયો હોવાની ચર્ચા છે. તકરારનો વીડિયો વાયરલ થયા પછી પ્રદેશ બાજપ હરકતમાં આવ્યું હતું. પ્રદેશ ભાજપની સૂચનાથી 20મીનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.

જોકે, સી.આર. પાટીલના બ્રહ્મસમાજ અને ઉદ્યોગકારો સાથેના કાર્યક્રમ હજુ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં સોમવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણી અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જો કે આ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાતાં વિવાદ થયો છે.

આ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ નહોતું. તેના પગલે  ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હોવાની ચર્ચા છે. ભાજપના બીજા જૂથનું સ્નેહમિલન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે યોજાશે. રાજકોટમાં જ બે સ્નેહમિલન યોજાવાનાં છે તેના કારણે વિવાદ છે જ ત્યાં હવે આ નવો વિવાદ ઉભો થયો છે.

રાજકોટ શહેર ભાજપ દ્વારા આ  કાર્યકર્તા સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ખુલ્લા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ  મિલન સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જીતુભાઇ મહેતા, કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી મેયર પ્રદીપ દવ, પ્રવકતા રાજુભાઇધ્રુવ ,ઉદય કાનગડ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, જીતુભાઇ વાઘણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઝવેરીભાઈ ઠકરાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)