Home News મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ, ભાજપ...

મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ, ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી..

Face Of Nation, 06-10-2021:  રાજકોટના ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી છે. ભાજપના મહિલા અગ્રણી સીમા જોશીએ પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવી હતી. ત્યારે તેમની આ ધમકીનો કથિત ઓડિયો વાયરલ થયો છે. સાથે જ તેઓ ઓડિયોમાં કહી રહ્યા છે કે, “હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.”

ભાજપના મહિલા અગ્રણી પતિ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી વિરુદ્ધ તેની જ શાળાની બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે દિનેશ જોશીના પત્ની સીમાબેન જોશીએ ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવતા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સીમાબેન જોશી ભાજપ મહિલા મોરચાનાં હોદ્દેદાર છે. સીમા જોશીએ પીડિતા અને શિક્ષકને ફોન પર ધમકાવતા કહ્યું હતું કે, ” હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.” સીમાબેને ધમકાવ્યા બાદ તેના પુત્રએ ફોન પર વાત કરીને પીડિતાઓને પોલીસ બોલાવીને ફિટ કરી દેવાની ધમકી આપી હતી. બનાવ બન્યાની કલાકોમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા લોધિકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ પૂર્વ પ્રમુખનો ઉધડો લીધો હતો.

બે વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં સંચાલક દિનેશ જોશી ચોથા દિવસે પણ પોલીસ પકડથી દૂર છે. આ વચ્ચે સીમા જોશીએ 14 વર્ષની પીડિતા કિશોરીને પણ ફોન પર ધમકાવી હતી. એટલુ જ નહિ, તેમના પુત્રએ પણ ફોન પર પીડિતા અને શિક્ષકને ધમકાવ્યા હતા. તેમણે છેડતી કેસમાં પીડિતા સામે આક્ષેપ કર્યો હતો કે, તેણે ખોટી ફરિયાદ ઉભી કરી છે. ત્યારે સમગ્ર મામલામાં રાજકોટ ભાજપમાં ભૂકંપ આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)