Home Religion રાજકોટ સિવિલમાં “દિવ્યાંગ” મહિલા દર્દીને વ્હિલચેર ન આપી, સિક્કા મારવા જુદી-જુદી બિલ્ડિંગમાં...

રાજકોટ સિવિલમાં “દિવ્યાંગ” મહિલા દર્દીને વ્હિલચેર ન આપી, સિક્કા મારવા જુદી-જુદી બિલ્ડિંગમાં ખવડાવ્યા ધક્કા!

Face Of Nation 08-04-2022 : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ એવાં કરુણ દૃશ્યો સર્જાય છે કે હોસ્પિટલની સિસ્ટમ, સ્ટાફની માનવતા સામે સવાલ ઊભા થાય છે. એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરી લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે મહેનત કરતી હોય છે જ્યારે બીજી બાજુ હોસ્પિટલ તંત્ર સુવિધા-વ્યવસ્થાનો સુચાર-યોગ્ય અને દર્દીઓને ઉપયોગી થાય તેવી વ્યવસ્થા નહીં કરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સિવિલ હોસ્પિટલમાં આવા જ કરુણ દૃશ્યો સર્જાયા જ્યારે એક દિવ્યાંગ મહિલા સારવાર કરાવવા આવ્યા, પગે ચાલવામાં અસક્ષમ હોવા છતાં સિવિલ હોસ્પિટલના એકપણ સ્ટાફે તેના માટે વ્હિલચેરની તો વ્યવસ્થા ન કરી પરંતુ હોસ્પિટલના સ્ટાફે તે દિવ્યાંગ મહિલાને ધોમ તડકામાં એકથી બીજા બિલ્ડિંગમાં માત્ર સિક્કા મારવા ધક્કા ખવડાવ્યા. શું એક જ બિલ્ડિંગ, વોર્ડના સ્થળ પર દર્દીને આ સુવિધા ન મળી શકે? રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જ્યાં રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે દર્દીઓને સારવારની સાથે આવશ્યક સુવિધાઓ પણ મળે તે જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).