Home News રાજકોટ:મનપાની પાણીની લાઇનના વાલ્વમાં ભંગાણ,લાખો લીટર પાણીનો વેડફાટ

રાજકોટ:મનપાની પાણીની લાઇનના વાલ્વમાં ભંગાણ,લાખો લીટર પાણીનો વેડફાટ

Face Of Nation:રાજકોટના હાર્દ સમા ગણાતા કાલાવડ રોડ પર અચાનક 25-30 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો છૂટ્યો હતો. કલાક સુધી ઊડેલા પાણીને ફૂવારામાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઘટનાને નજરે જોનાર લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે અનેક ફોન કોલ છતાં રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક કોઈ પગલાં ભર્યાં ન હતાં.

મળતી માહિતી પ્રમાણે કાલાવડ રોડ ખાતે આજે સવારે મનપાની પાણીના લઈનના વાલ્વમાં ભંગાણ થયું હતું. અચાનક પાણીનું દબાણ વધી જવાને કારણે વાલ્વ તૂટી ગયો હતો. જે બાદમાં 20થી 25 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો છૂટ્યો હતો. સમાચાર મળતા મહાનગર પાલિકાની વોટર વર્કસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વાલ્વને બંધ કરવામાં આવ્યો હતો.જોકે, આ દરમયિાન લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. લોકોના કહેવા પ્રમાણે ફોન કરીને તંત્રને જાણ કરી હોવા છતાં તંત્ર તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. જો મનપાએ યોગ્ય સમય સૂચકતા દાખવી હોત તો લાખો લીટર પાણીનો વેડફાટ અટકાવી શકાયો હોત.