Home News રાજકોટમાં રોગચાળો: 1 અઠવાડિયામાં શરદી-ઉધરસના 236, ઝાડા–ઉલટીના 147 કેસ નોંધાયા, 13,092 ઘરોમાં...

રાજકોટમાં રોગચાળો: 1 અઠવાડિયામાં શરદી-ઉધરસના 236, ઝાડા–ઉલટીના 147 કેસ નોંધાયા, 13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ!

Face Of Nation 11-04-2022 : રાજકોટમાં રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક અઠવાડિયામાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 147 અને શરદી-ઉધરસના 236 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુનો 8, મેલેરીયાનો 3 અને ચિકનગુનિયાનો 4 કેસ નોંધાયો છે. આ આંકડા તારીખ 28 માર્ચથી 3 એપ્રિલ સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે
13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 603 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.
મચ્છરના બ્રિડિંગ મળતા 457 આસામીને નોટિસ આપી
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 193 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 457 આસામીને નોટિસ આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).