Home Uncategorized રાજકોટ “કોરોનામુક્ત” થયા બાદ નવી “મુસીબત”; એક સપ્તાહમાં શરદી-ઉધરસના 158 અને ઝાડા-ઉલ્ટીના...

રાજકોટ “કોરોનામુક્ત” થયા બાદ નવી “મુસીબત”; એક સપ્તાહમાં શરદી-ઉધરસના 158 અને ઝાડા-ઉલ્ટીના 104 નોંધાયા કેસ!

Face Of Nation 18-04-2022 : રાજકોટ શહેરમાં છેલ્લા 16 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આથી શહેર કોરોનામુક્ત બનતા આરોગ્ય વિભાગ પણ રાહત અનુભવી રહી છે. અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63,690 પર પહોંચી છે. બીજી તરફ અસહ્ય ગરમીને કારણે ઋતુજન્ય રોગચાળામાં વધારો થયો છે. જેમા 1 અઠવાડિયામાં શરદી-ઉધરસના 158, તાવના 78 અને ઝાડા-ઉલ્ટીના 104 કેસ નોંધાયો છે. તેમજ ચાલુ વર્ષમાં મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. તો બીજીતરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીન દ્વારા ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).