Home News રાજકોટ મનપાની જાહેરાત, મહિલાઓને બસોમાં મફતમાં મુસાફરી કરવા મળશે

રાજકોટ મનપાની જાહેરાત, મહિલાઓને બસોમાં મફતમાં મુસાફરી કરવા મળશે

Face Of Nation, 06-11-2021: આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ગુજરાતભરમાં આજે ભાઈબહેનોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના એક શહેરમાં ભાઈબીજ પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આ શહેરમાં આજે મહિલાઓને શહેરની સરકારી બસોમાં મફતમાં મુસાફરી કરવામાં આવશે.

રાજકોટ મનપા દ્વારા શહેરની મહિલાઓને અનોખી ભેટ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભાઈબીજ નિમિત્તે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાઈબીજ નિમિત્તે મહિલાઓ BRTS અને સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. મનપા કમિશ્નર અને મેયર દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષેની જેમ મનપા દ્વારા બહેનોને ભાઈબીજની ભેટરૂપે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 150 ફૂટ રિગરોડ પર ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધી BRTS રૂટ પર આ મફત મુસાફરી કરી શકાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)