Home Religion ” ST ડેપોમાં કિડીયારું ઉભરાણું”; ​​​​રાજકોટમાં LRD પરીક્ષા બાદ ST બસપોર્ટ પર...

” ST ડેપોમાં કિડીયારું ઉભરાણું”; ​​​​રાજકોટમાં LRD પરીક્ષા બાદ ST બસપોર્ટ પર ઉમેદવારોની ઘરે જવા માટે પડાપડી!

Face Of Nation 10-04-2022 : આજે રાજકોટમાં 132 કેન્દ્રો પર લોક રક્ષક દળની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાને લઈ એસટી બસપોર્ટ પર ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો બસપોર્ટ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ અમદાવાદ રૂટ પર 21 અને રાજકોટ ભાવનગર રૂટ પર 4 એક્સ્ટ્રા બસ મુકવામાં આવી હતી.
ટિકિટ બુકિંગ કરાવનારને લોકોની સંખ્યા વધી
રાજ્યભરમાંથી લોક રક્ષક દળની પરીક્ષા માટે ત્રણ લાખ 5 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેથી કેટલાક ઉમેદવારોએ એડવાન્સમાં એસ.ટી બસની ટિકિટ બુક કરાવી દીધી છે. સામાન્ય દિવસોમાં એસ.ટી બસમાં પ્રવાસ માટે દૈનિક 40-45 હજાર જેટલી ટિકિટ એડવાન્સ કે ઓનલાઇન બુક થતી હોય છે. જોકે 4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનારને લોકોની સંખ્યા વધી છે.
2.95 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા યોજાઈ
રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા. પરીક્ષા દરમિયાન ચોરીની બે ઘટના નોંધાઈ હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા કેન્દ્રની કરી મુલાકાત લીધી હતી. સવારથી જ LRDની પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).