Face Of Nation 15-06-2022 : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તેને જોવા માટે એક માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્રિકેટ રસિકો મેચ જોવા ઉમટી પડતાં હોય છે. આગામી 17મી જૂનને શુક્રવારના રોજ SCA સ્ટેડિયમ પર ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T-20 મેચના ‘સાક્ષી’ બનવા માટે પણ ક્રિકેટરસિકો થનગની રહ્યા છે. આજથી રાજકોટ ‘ક્રિકેટમય’ બની ગયું છે કારણ કે, ક્રિકેટરો આજથી રાજકોટ આવી પહોંચ્યા છે.
સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે
ગઈકાલે વિશાખાપટ્ટનમમાં ત્રીજી T-20 મેચ રમ્યા બાદ બન્ને ટીમના ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટેલ ખાતે રાજકોટની ઓળખ અને પરંપરા મુજબ ખેલૈયાઓએ ગરબે ઘૂમી કંકુ-તિલક અને ફુલહારથી ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત કરાયું હતું. આવતીકાલે બપોરે 1 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમ સ્ટેડિયમ પર પરસેવો પાડશે તો સાંજે 5 વાગ્યાથી ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે.
બેટિંગ પીચ માનવામાં આવી રહી
SCA સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ માનવામાં આવી રહી છે. ભારત- આફ્રિકા એમ બન્ને ટીમમાં એક-એકથી ચડિયાતા બેટ્સમેન હોવાને કારણે અહીંની બેટિંગ ફ્રેન્ડલી પીચ પર રનોનું રમખાણ થશે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી.
પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
રાજકોટ આવી પહોંચેલા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ક્રિકેટરસિકોએ એરપોર્ટ ઉપરાંત હોટેલની બહાર કલાકો સુધી ધામા નાખી દીધા હતા. કોઈ ક્રિકેટ રસિક ખેલાડીની નજીક ન પહોંચી જાય તે માટે પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. એકંદરે આજથી ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રાજકોટમાં હોવાથી શહેર ક્રિકેટમય બની જવા પામ્યું છે. તો બીજીતરફ ભારતીય ટીમના ખેલાડીઓને હોટેલ સયાજીમાં ઉતારો આપવામાં આવ્યો છે તો આફ્રિકી ખેલાડીઓને હોટેલ ફોર્ચ્યુનમાં રોકાણ આપવામાં આવ્યું છે ત્યારે બન્ને હોટેલો દ્વારા પણ ખેલાડીઓની આગતા-સ્વાગતામાં ક્યાંય ઉણપ ન રહી જાય તે માટે છેવટ સુધી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports મોંધેરા મહેમાન; રાજકોટ એરપોર્ટ પર ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમનું રજવાડી સ્વાગત, રાસ ગરબાની...