પાણીના કોઈ પણ જાતના પરીક્ષણ વિના તથા બીઆઈએસ ની મંજુરી વિના થતું હતું ઉત્પાદન
Face Of Nation:રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા બનાવટી પેકેડ મિનરલ ડ્રિન્કીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની ફરિયાદ મળી હતી. આથી આરોગ્ય વિભાગે રેડ પાડી આજીડેમ રિંગ રોડ નજીક આવેલા રામનગર-1માં નિયતી બેવરજીસ નામથી ચાલતા મિનરલ વોટર બનાવતા કારખાનામાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન પાણીના કોઇપણ જાતના પરીક્ષણ વગર અને બીઆઇએસની મંજૂરી વિના મિનરલ વોટરનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું હતું. આ કારખાનું દિવ્યેશ પી. જોશી નામનો શખ્સ ચલાવતો હતો. દિવ્યેશ ફૂડ લાયસન્સ નંબર તથા બનાવટી આઇએસઆઇ નંબરથી 250, 500 એમએલ અને 1 લીટરની મિનરલ બોટલ બનાવતો હતો.
રેડ દરમિયાન કારખાનામાં જાણવા મળેલી ક્ષતિઓ
-પેકેજડ મિનરલ ડ્રિન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરાવવામાં આવતું નહોતું
– સ્થળ પર મિનરલ વોટર બનાવવા માટેના ઉત્પાદન કેન્દ્રમાં બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) તથા FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન થતું નહોતું
– સ્થળ ઉપર 250 એમ.એલ., 500 એમ.એલ. તથા 1 લીટરની પેકેડ પાણીની “નિયતી” બ્રાન્ડથી ઉત્પાદન થતું હતું
-પેકેડ પાણીની બોટલ પર કોઈ પણ જાતની મંજૂરી વગરના ફૂડ લાયસન્સ તથા BISના આઈએસઆઈ નંબર દર્શાવી લોકોના આરોગ્ય સાથે છેતરામણી કરાતી હતી
-આ કામગીરી અંદાજીત બેથી ત્રણ માસથી આ સ્થળે ચાલતી હતી
– દરરોજના અંદાજીત 70થી 100 પાણીની બોટલના કાર્ટુન વેચાણ કરવામાં આવતા હતા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કરવામાં આવેલી કામગીરી
– સ્થળ પર રોજકામ કરી સ્થળ પરનો તમામ પાણીની બોટલનો જથ્થો સીઝ કર્યો છે
– લોકોના આરોગ્ય સાથે ચેડા અટકવવા ઉત્પાદન કેન્દ્રના માલીકે સ્થળ ઉપર ઉત્પાદન ન કરવા જણાવ્યું છે
– પેકેડ મિનરલ વોટર માટેની મંજૂરી આપતી ઓથોરીટી BISના સ્થાનિક અધિકારીને જાણ કરી છે. જેના દ્વારા BISના નિયમો મુજબ ફોજદારી તથા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
– સ્થળ ઉપરથી પેકેડ મિનરલ વોટર બોટલના પાણીના સેમ્પલ પરીક્ષણ અર્થે લેવામાં આવ્યા છે