Home Politics રાજનાથે પાકિસ્તાનને લલકાર્યું: હવે જે પણ વાત થશે તે POK પર થશે

રાજનાથે પાકિસ્તાનને લલકાર્યું: હવે જે પણ વાત થશે તે POK પર થશે

Face Of Nation:નવી દિલ્હી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર વાત થશે. નોંધનીય છે કે રાજનાથસિંહ રવિવારે હરિયાણાના કાલકામાં એક જનસભામાં આ વાત કરી હતી. રાજનાથસિંહે કહ્યું કે પુલવામામાં અમારા બહાદુર જવાનો સાથે જે થયુ ત્યારબાદ 56 ઇંચની છાતીવાળા આપણા વડાપ્રધાને નિર્ણય લીધો કે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. તમે જોયું કે એરફોર્સના આપણા જવાનોએ બાલાકોટમાં જઇને આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન અગાઉ કહેતા હતા કે કાંઇ નથી થયું એક પણ માણસ મર્યો નથી. પરંતુ તાજેતરમાં જ પીઓકેમાં જઇને તેઓ કહી રહ્યા હતા કે ભારત બાલાકોટ એર સ્ટ્રાઇક કરતા મોટી સ્ટ્રાઇક કરવા અંગે વિચારી રહ્યું છે. તેમણે પણ સ્વીકાર્યું કે, બાલાકોટમાં ભારતે મોટી તબાહી મચાવી હતી.