Home News કૃષિ કાનૂન પાછા લીધા પછી પણ રાકેશ ટિકેટની સરકારને ધમકી, 26 જાન્યુઆરીએ...

કૃષિ કાનૂન પાછા લીધા પછી પણ રાકેશ ટિકેટની સરકારને ધમકી, 26 જાન્યુઆરીએ કાઢીશું ટ્રેકટર રેલી

Face of Nation 02-01-2022:  કિસાન નેતા રાકેશ ટિકૈતે સરકારને ફરી ધમકી આપી છે. ટિકૈતે કહ્યુ કે, 26 જાન્યુઆરીએ કિસાન ફરી દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે. તેમણે કહ્યું કે, 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થશે.

જાણકારી અનુસાર, રાકેશ ટિકૈતે કહ્યુ કે, એમએસપીને લઈને સરકારે હજુ સુધી કોઈ કમિટી બનાવી નથી, ન તેને લઈને સરકારે કોઈ વાતચીત કરી નથી. તેમણે કહ્યું કે, જો સરકારે તેને લઈને કોઈ વાત ન કરી તો કિસાન તૈયાર છે.

કિસાન આંદોલનને લઈને ટિકૈતે કહ્યુ કે, 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક યોજાશે. દિલ્હીની સરહદ પર 13 મહિના સુધી ચાલેલું આંદોલન તો કિસાનોની ટ્રેનિંગ હતી. તેમણે કહ્યું, હવે અમને ખ્યાલ આવી ગયો કે કે સરકાર માંગ નહીં સ્વીકારે તો જાન્યુઆરી અને જૂનમાં કઈ રીતે આંદોલન કરવાનું છે.

કિસાન નેતાએ સરકારને ધમકી ભર્યા અંદાજમાં કહ્યું કે, જો સરકાર નહીં માને તો અમે લાલ કિલ્લા નહીં નવા સંસદ ભવન પહોંચીશું. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ફરી ટ્રેક્ટર માર્ચ થશે. આ સિવાય ટિકૈતે કહ્યુ કે, આ સરકાર દૂધના ભાવ સસ્તા કરવાને લઈને પણ કોઈ સમજુતી કરવાની છે. અમે તેનો પણ વિરોધ કરીશું.

મહત્વનું છે કે પાછલા વર્ષે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર આંદોલનકારી કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારી બેરિયર તોડતા લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર તે સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો, જ્યાં 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી ભારતનો તિરંગો ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘુસીને પ્રદર્શનકારીઓએ તોફાનો કર્યા અને ટિકિટ કાઉન્ટરને તોડી દીધુ હતું. પોલીસે રાત્રે અહીં જગ્યા ખાલી કરાવી અને ધાર્મિક ઝંડો ઉતાર્યો હતો. આ દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).