Home Politics રાકેશ ટિકેટની કેન્દ્ર સરકારને ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત

રાકેશ ટિકેટની કેન્દ્ર સરકારને ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત

Face Of Nation, 19-11-2021:  આજે ગુરુ નાનક જયંતીના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારી વાત ખેડૂતોને સમજાવી શક્યા નહીં. તેના પર ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ રિએક્શન આપ્યું છે.

રાકેશ ટિકેતનું ટ્વીટ
રાકેશ ટિકેત એ ટ્વીટ કર્યું, ‘આંદોલન તત્કાલ પરત ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવે. સરકાર MSP ની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરે.’

આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું. અન્યાયની સામે જીતની શુભેચ્છા! જય હિન્દ, જય હિન્દનો ખેડૂત!’

ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘આજે પ્રકાશ દિવસના દિવસે કેટલી મોટી ખુશખબરી મળી. ત્રણ કૃષિ કાયદા રદ્દ. 700 થી વધારે ખેડૂત શહીદ થયા. તેમની શહાદત અમર રહશે. આવનારી પેઢી યાદ રાખશે કે કઈ રીતે આ દેશના ખેડૂતોએ તેમના જીવને જોખમમાં મુકી ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારું નમન.’

ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરી કહ્યું, દરેક ખેડૂતને મારા તરફથી હાર્દિક શુભેચ્છા, જેમણે સંઘર્ષ કર્યો અને ભાજપની ક્રૂરતાની આગળ ઝૂક્યા નહીં. આ તમારી જીત છે! આ લડતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર તમામ પરિવારો પ્રતિ મારી સંવેદના છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)