Face Of Nation 07-04-2022 : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે. વધુમાં જણાવ્યું કે, ‘સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે. એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન કરવું પડશે. ટિકૈતે જણાવ્યું છે કે, હજુ સુધી અમે આંદોલનની કોઈ જ તારીખ નક્કી નથી કરી પરંતુ અમે ખૂબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવા સાથે ખેડૂતોએ સરકાર પાસે મિનિમમ સપોર્ટ પ્રાઈસના કાયદા સહિત અનેક માંગણીઓ કરી હતી. ત્યારે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધું ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતો પોતાને આપેલા વચનો નથી ભૂલ્યા. વ્યાજબી ભાવે વીજળી, સિંચાઈ અને પાક માટે MSP જેવાં મુદ્દાઓ પર સરકાર દ્વારા હજુ સુધી કંઈ જ નથી કરવામાં આવ્યું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News લોલીપોપ: દેશમાં ફરી ખેડૂતો આંદોલનના મૂડમાં; રાકેશ ટિકૈતનું મોટું નિવેદન-‘સરકારે પોતાનું વચન...