Home Politics પાકિસ્તાન પર રામ માધવનો પ્રહાર:કાશ્મીરની ચિંતા પછી કરજો,આતંકવાદ ખતમ કરી બતાવો

પાકિસ્તાન પર રામ માધવનો પ્રહાર:કાશ્મીરની ચિંતા પછી કરજો,આતંકવાદ ખતમ કરી બતાવો

Face Of Nation:જમ્મુ કશ્મીરમાં મુસ્લિમ પ્રજા પર આરએસએસ અત્યાચાર કરી રહ્યું છે અને મુસ્લિમો પર રીતસર દમનનો કોરડો વીંઝાયો છે એવા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના પ્રચારનો જવાબ આપતાં ભાજપના નેતા રામ માધવે ટ્વીટર પર કહ્યું હતું કે ઇમરાન ખાનની આ ટ્વીટ દેખાડે છે કે કશ્મીર મુદ્દે પાકિસ્તાન કેવું અકળાયું છે. હકીકતમાં અમે મુહમ્મદ અલી ઝીણાના બે રાષ્ટ્રના તથા શેખ અબ્દુલ્લાના ત્રિરાષ્ટ્રના સિદ્ધાંતનો છેદ ઊડાડી દીધો છે. અમને સલાહ આપનારા ઇમરાન ખાન પહેલાં ઘરઆંગણે પ્રવર્તી રહેલા ધાર્મિક આતંકવાદને ખતમ તો કરી દેખાડે.

ઇમરાન ખાને ટ્વીટર એવો આક્ષેપ કર્યો હતો કે, હિટલરે જે રીતે યહૂદી પ્રજાનો વિનાશ કરવાનું નાઝીવાદી પગલું લીધું હતું એ રીતે કશ્મીરમાં એક ચોક્કસ કોમના લોકો પર આરએસએસ અત્યાચાર ગુજારી રહ્યું છે. એક ચોક્કસ કોમને નષ્ટ કરવાનું અભિયાન હાથ ધરાયું છેં.રામ માધવે ટ્વીટર પર જવાબ આપ્યો હતો કે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદની જનેતા છે. પહેલાં તમારા ઘરમાં ચાલી રહેલા ધાર્મિક આતંકવાદને ખતમ કરી બતાવો ઇમરાન ખાન. પછી કશ્મીરની ચિંતા કરજો. આખી દુનિયાને પાકિસ્તાની આતંકવાદનો પરચો મળી ગયો છે. ભારત તરફથી કોઇ દેશને આવો ખતરો નથી.