Face Of Nation 30-05-2022 : છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે આ અંગે રાજકોટમાં ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખોડલધામ ‘નરેશ’ના રાજકીય પ્રવેશ અંગે મીડિયાને જણાવ્યું હતું કે ઘરે બેસીને સમાજ અને વ્યવસાયનું કામ કરે તો એ બરાબર છે. જ્યારે આ મુદ્દે MLA ગોવિંદ પટેલે મૌન સેવી લીધું હતું અને મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. તો બીજીતરફ રાજકોટમાં આજે કલેકટર કચેરી ખાતે પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ PM મોદી દ્વારા લાભાર્થી બાળકો માટે લાભો તથા સર્વિસીઝ રિલીઝ કરવામાં આવી હતી, જ્યાં હાજર રહેલા રામ મોકરિયાએ વધુમાં મીડિયાને જણાવ્યું હતું કે નરેશ પટેલે હવે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે અને પોતાની ઈચ્છા મુજબ તે કોઈપણ પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજકારણમાં આવવું કે નહીં એ તેની ઈચ્છાની વાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).