Home Gujarat હિંમતનગરમાં કલમ 144 લાગુ; રામનવમી પર્વે શોભાયાત્રા પર બે સ્થળોએ થયેલા પથ્થરમારા...

હિંમતનગરમાં કલમ 144 લાગુ; રામનવમી પર્વે શોભાયાત્રા પર બે સ્થળોએ થયેલા પથ્થરમારા બાદ હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બોલાવી બેઠક!

Face Of Nation 11-04-2022 : સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે એક વાર કાબૂમાં આવેલા પથ્થરમારા વચ્ચે ફરી પથ્થરમારાનો બનાવ બન્યો છે. સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. હાલ સમગ્ર શહેરમાં કલેક્ટરે સમગ્ર શહેરમાં 144ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જેથી હવે કોઈપણ વિસ્તારમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તો આણંદના ખંભાતમાં પણ આગચંપીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય પોલીસ વડા સાથે બેઠક
બીજીતરફ હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠક રાત્રે 11:30 કલાકે યોજાશે. બેઠકમાં રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સાબરકાંઠા અરવલ્લી અને આણંદના એસ.પી સાથે વીડિયો કોન્ફરન્સથી સમગ્ર ઘટના અંગે માહિતી અને પરિસ્થિતિનો ચિતાર મેળવશે.
આસપાસના જિલ્લાની પોલીસ ખડકાઈ
SRP બટાલિયનને હિંમતનગર બોલાવવામાં આવી છે. અરવલ્લી જિલ્લા સહિત મહેસાણા પોલીસને પણ હિમતનગરમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો છે. હાઇવે વિસ્તારમાં બે દુકાનના કાચ તોડી નાખવામાં આવ્યા છે.
સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો
હિંમતનગરમાં પથ્થરમારા અને વાહનોમાં આગચંપીના બનાવમાં પોલીસે 15થી વધુ અસામાજીક તત્વો અને તોફાનીઓની ઘરપકડ કરી છે. પોલીસે શોભાયાત્રાના ઘર્ષણ બાદ સ્થિતિને કાબૂમાં મેળવી લીધી છે અને કોમ્બિંગની કામગીરી શરૂ કરી છે. હિંમતનગરમાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણ કાબૂમાં હોવાનું પોલીસ કહી રહી છે. રેન્જ આઈજી સહિત 3 એસપી કક્ષાના અધિકારીઓ હિંમતનગર આવી પહોંચ્યા છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 10 પોલીસકર્મીઓ ઘાયલ છે. જ્યારે 3 SRP કંપનીઓને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).