Face Of Nation:રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી ચાલી રહી છે. 6 ઓગસ્ટથી આ મામલે રોજ સુનાવણી શરૂ થઈ છે. તેની સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યારે નિર્મોહી અખાડાના વકીલ, રામલલ્લા વિરાજમાનના વકીલ તેમની દલીલ રજૂ કરી ચૂક્યા છે. આજે પણ રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથ તેમનો પક્ષ આગળ રજૂ કરી રહ્યા છે.11.40 AM: રામલલ્લાના વકીલે આ દરમિયાન ASI રિપોર્ટની આલ્બમ તસવીર દર્શાવી હતી. તેમણે કહ્યું કે, મસ્જિદમાં માનવીય અથવા જીવ-જંતુઓની મૂર્તિઓ ન હોઈ શકે અને જો ત્યાં મૂર્તિઓ છે તો એ મસ્જિદ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, ઈસ્લામમાં નમાઝ-પ્રાર્થના તો ક્યાંય પણ થઈ શકે છે. મસ્જિદોતો સામૂહિક સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થનાઓ માટે જ હોય છે.આ વિશે સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નમાઝ અદા કરવાની વાત ખોટી છે, ઈસ્લામની વ્યાખ્યામાં તે સાચુ નથી. તે વિશે રામલલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે, ગલીઓ અને રસ્તાઓ ઉપર પણ નમાઝ અદા કરવામાં આવે જ છે.11.20 AM:રામલલ્લાના વકીલે કહ્યું કે, એપ્રિલ 1950માં વિવાદિત વિસ્તારનું નિરક્ષણ કરવામાં આવ્યું ત્યારે પાક્કા પુરાવા મળ્યા હતા. તેમાં નક્શા, મૂર્તિ, રસ્તા અને ઈમારત સામેલ છે. પરિક્રમા માર્ગ પર પાક્કા અને કાચા રસ્તા બન્યા હતા. આજુ બાજુ સાધુઓની કુટિર પણ હતી.આ સિવાય તેમણે કહ્યું હતું કે, સુમિત્રા ભવનમાં શેષનાગની મૂર્તિ પણ મળી હતી. રામલલ્લાના વકીલ સીએસ. વૈદ્યનાથે કહ્યું કે, પુરાતત્વ વિભાગના જાન્યુઆરી 1990ના તપાસ રિપોર્ટમાં પણ ઘણી તસ્વીરો પુરાવા બરાબર છે. 11 રંગીન તસવીરો તે રિપોર્ટના આલ્બમમાં છે જેને સ્તંત્રોના નક્શીનું ડિટેલ ચિત્રણ અને વર્ણન કર્યું છે.