Face Of Nation 09-06-2022 : દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022નું રણશિંગુ ફુંકાવાનો સમય આવી ગયો છે. આજે ચૂંટણી પંચ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને જરૂર પડશે તો 21મી જુલાઈએ મત ગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પુરો થવાનો છે. ગઈ વખતે 17 જુલાઈ 2017માં નવા રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ હતી.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડી, યુપીએ ગઠબંધન કરતા આગળ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવાર લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને રાજ્યો અને સંઘ શાસિત રાજ્યોના ધારાસભ્યોની સંખ્યાના આધારે એનડીએ ગઠબંધન યુપીએ ગઠબંધનની સરખામણીએ ખૂબ આગળ છે. તો બીજીતરફ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરનાર રાજકિય ગઠબંધનોની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધન પાસે હાલ 23 ટકા વોટબેન્ક છે. જ્યારે એનડીએ ગઠબંધન પાસે યુપીએ કરતા બમણી એટલે કે અંદાજે 49 ટકા વોટ છે. તો બીજીતરફ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા તે ઉપરાંત વિધાનસભાના નિમાયેલા સભ્યો દ્વારા મતદાન કરીને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની નિમણૂંક કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).