Face Of Nation 28-05-2022 : દક્ષિણ નાઈઝીરિયાના પોર્ટ હરકોર્ટ શહેરમાં એક મોટી દુર્ઘટના ઘટી. અહીં ચર્ચમાં એક કાર્યક્રમમાં દરમિયાન ભાગદોડ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. મરનારાઓમાં મોટા ભાગે બાળકો જ છે. નાઈઝીરિયાના નાગરિક સુરક્ષા કોરના અહેવાલથી કહ્યું, ચર્ચમાં શનિવારે એક કાર્યક્રમ હતો. જેમાં ખાવાનું અને લોકોને ગિફ્ટ વહેંચવાનો પ્લાન હતો. ગિફ્ટ વહેંચવા સમયે જ ચર્ચમાં ભાગદોડ થઈ ગઈ. જેમાં આવડી મોટી દુર્ઘટના થઈ ગઈ.તો બીજીતરફ પોલીસ પ્રવક્તા ગ્રેસ ઈરિંગ કોકોએ જણાવ્યું કે ગિફ્ટ લેવા પહોંચેલા સેંકડો લોકોએ ગેટ તોડી નાખ્યો. જે બાદ ચર્ચમાં ભાગદોડ થઈ ગઈ. ગિફ્ટ મેળવવા માટે લોકો એક બીજા પર ચઢી ગયા. જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).