Home News કેસ કરવા લાવેલા વ્યક્તિથી રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો

કેસ કરવા લાવેલા વ્યક્તિથી રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો

ફેસ ઓફ નેશન, 18-04-2020 : રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાકભાજી વાળા સોશિયલ ડીસ્ટન્સનું પાલન નહી કરતા હોઈ તેની વિરુદ્ધ ગુનો નોંધવા પકડીને પોલીસ સ્ટેશને લવાયો હતો. જેમાંથી પોલીસ કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી મળી છે.
રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે કામ કરતા કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મચારી રાઇટર તરીકે ફરજ બજાવતા હતા. કલમ 188 હેઠળ સરકારના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવા લવાયેલા શાકભાજી વેચનારા પાસેથી તેમને આ ચેપ લાગ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ તંત્રએ સાવધાન થઇ જવાની જરૂરિયાત છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ