Face Of Nation 08-06-2022 : બિહારનાં બેતિયામાં બસમાં 16 વર્ષની પીડિતા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. ડ્રાઈવર-કંડક્ટર સહિત ત્રણ લોકોએ મળીને તેના પર ગેંગરેપ કર્યો હતો. પીડિતાની હાલત ગંભીર છે. તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બેતિયા બસ સ્ટેન્ડથી 100 મીટર દૂર બની હતી. તો બીજીતરફ પીડિતા મોતીહારીથી બેતિયા (ચનપટિયા) પરત ફરી રહી હતી. આ દરમિયાન બસ કંડક્ટરે તેને નશો કરાવીને બેભાન કરી દીધી હતી. પીડિતાએ જણાવ્યું કે, મોડી સાંજે બેતિયા બસ સ્ટેન્ડ પર આવ્યા બાદ તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. ડ્રાઈવર બસ લઈને સ્ટેન્ડથી લગભગ 100 મીટર દૂર ગયો અને સુમસામ સ્થળે બસ ઊભી રાખી દીધી હતી.
પીડિતા બેભાન થતાં ત્રણેય બસ છોડીને ભાગ્યા
આ પછી ડ્રાઈવર, કંડક્ટર સહિત 3 લોકોએ પીડિતાની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતા. પીડિતા બેભાન થઈ જતાં ત્રણેય બસ છોડીને ભાગી ગયા હતા. આ પછી એક પોલીસની જીપ પેટ્રોલિંગ કરતા રોડ પરથી પસાર થઈ રહી હતી. શંકાના આધારે પોલીસે બસની તપાસ કરતા પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી. ત્યારપછી પોલીસકર્મીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. ભાનમાં આવ્યા પછી, પીડિતાએ તેની સાથે થયેલી આપવીતી જણાવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને બસમાં જ નશો આપીને ડ્રાઈવર, કંડક્ટર સહીત અન્ય લોકોએ બળાત્કાર કર્યો હતો.
ડ્રાઈવર-કંડક્ટરને કસ્ટડીમાં લીધો, ત્રીજો હજુ છુ
આ મામલે બેતિયાના SDPO મુકુલ પરિમલ પાંડેએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પીડિતાની સારવાર ચાલી રહી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે જો કે, પોલીસે રાત્રે દરોડો પાડીને આરોપી ડ્રાઈવર અને કંડક્ટરને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ ત્રીજા આરોપીની શોધખોળ કરી રહી છે. પોલીસે બસ કબજે કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News બિહારના બેતિયામાં લક્ઝરી બસમાં ‘બળાત્કાર’ : સુમસામ સ્થળે બસ રોકીને ડ્રાઈવર-કંડક્ટર સહિત...