Face Of Nation 20-06-2022 : ઓડિશાની ટીવી એક્ટ્રેસ રશિમરેખા ઓઝા ભુવનેશ્વરના નયાપલ્લી વિસ્તારમાં પોતાના ભાડાના મકાનમાં ફંદા પર લટકેલી મળી. તેમના પિતાએ આરોપ લગાવ્યો કે દીકરીના મોતમાં તેનો લિવ-ઈન-પાર્ટનર સંતોષ પાત્રા જવાબદાર છે. પોલીસે જણાવ્યું કે, 23 વર્ષની અભિનેત્રી 18મી જૂને રાત્રે પોતાના ભાડાના મકાનમાં ફંદા પર લટકેલી હાલતમાં મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પહેલી નજરમાં આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ છોડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેના મોત માટે કોઈ પણ જવાબદાર નથી.
રશ્મિરેખા ભાડા પર રહેતી, સુસાઈડ નોટ મળી
રિપોર્ટ્સ અનુસાર, રશ્મિરેખા ઓઝા ભુવનેશ્વરના નયાપલ્લી વિસ્તારમાં ભાડા પર રહેતી હતી. આ ઘરમાં તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસને તેના ઘરેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, નોંધમાં કહેવામાં આવ્યું છે કે, તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવામાં આવે. જો કે અભિનેત્રીના આ પગલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, રશ્મિરેખાના પિતાએ તેમની પુત્રીના લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રા પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે.
બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. રીપોર્ટ આવ્યા બાદ જ સાચા કારણો બહાર આવશે. તે જ સમયે, અભિનેત્રીના પિતા કહે છે કે – ‘તેણે શનિવારે અમારા કૉલનો જવાબ આપ્યો ન હતો. આ પછી સંતોષે જ અમને રશ્મિરેખાના મૃત્યુના સમાચાર આપ્યા. અમને મકાન માલિક પાસેથી જાણવા મળ્યું છે કે બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અમને તેના વિશે કંઈ ખબર ન હતી. રશ્મિરેખા ઓઝા ઉડિયા સિરિયલ ‘કેમિટી કહીભી કહા’થી ફેમસ થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).