Home Sports 2019 WCની હાર પર રવિ શાસ્ત્રીએ મૌન તોડ્યું, કર્યો મોટો ખુલાસો

2019 WCની હાર પર રવિ શાસ્ત્રીએ મૌન તોડ્યું, કર્યો મોટો ખુલાસો

Face of Nation 11-12-2021: T20 વર્લ્ડકપ 2021 સાથે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીના કાર્યકાળનો અંત આવ્યો. શાસ્ત્રીએ જે દિવસથી પોતાનું પદ છોડ્યું ત્યારથી તેઓ પસંદગીકારો, ટીમ ડ્રેસિંગ રૂમ અને બોર્ડ વિશે મોટા-મોટા નિવેદનો આપીને ખુલાસાઓ કરી રહ્યા છે. હવે શાસ્ત્રીએ 2019 વર્લ્ડકપમાં ભારતની હાર પર પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે ભારતની 2019 ODI વર્લ્ડકપ ટીમમાં ત્રણ વિકેટકીપરની પસંદગી કરવાનો નિર્ણય આજ સુધી સમજની બહાર હતો, કારણ કે આ ટુર્નામેન્ટ માટે ટીમમાં અંબાતી રાયડુ અથવા શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી શકતી હતી. 2019 વર્લ્ડકપના થોડા મહિના પહેલા તત્કાલિન ODI કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે રાયડુ ટૂર્નામેન્ટમાં ચોથા નંબર પર રમશે. જોકે, બાદમાં MSK પ્રસાદની પસંદગી સમિતિએ રાયડુની પસંદગી કરી ન હતી.

એક ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે ત્રણ વિકેટ કીપરોની જગ્યાએ રાયડુ અથવા શ્રેયસ અય્યરને પસંદ કરવા જોઈતા હતા. શાસ્ત્રીએ કહ્યું, ‘તે ટીમની પસંદગીમાં મારો કોઈ હાથ નહોતો. પરંતુ, વર્લ્ડકપ માટે ત્રણ વિકેટકીપરની પસંદગી કરવાનો નિર્ણય પણ સમજની બહાર હતો. એમએસ ધોની, ઋષભ પંત અને દિનેશ કાર્તિકને ટુર્નામેન્ટ માટે ત્રણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ મુખ્ય કોચે એ પણ ઉલ્લેખ કર્યો કે તેણે ક્યારેય ટીમની પસંદગીમાં દખલગીરી કરી નથી. તેમણે કહ્યું, ‘મેં ક્યારેય પસંદગીકારોના કામમાં દખલગીરી કરી નથી. સિવાય કે જ્યારે મને કોઈએ મારી પ્રતિક્રિયા માટે પૂછવામાં આવ્યું હોય ત્યારે જ મેં મારા મનની વાત કરી છે. 2019 ODI વર્લ્ડકપમાં ભારતે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ, માન્ચેસ્ટરમાં સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)