Face Of Nation, 06-08-2021: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ શુક્રવારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, રેપો રેટ 4 ટકા યથાવત રહેશે, આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરાતાં તે 3.35 ટકા રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આવા સતત 6 સત્રો થઈ ચૂક્યા છે જેમાં આરબીઆઇએ મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને 4.25 ટકા પર રાખવામાં આવ્યા છે. દાસે જણાવ્યું કે, કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે પણ પોતાનું વલણ એકોમેડેટિવ એટલે કે ઉદાર રાખ્યું છે.
શક્તિકાંત દાસે કહ્યું છે કે, હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. MPCની આશાઓ અનુસાર ઇકોનોમી આગળ વધી રહી છે. વેક્સીનેશનથી ઇકોનોમીમાં સુધાર આવી રહ્યો છે. જૂન મહિનામાં મોંઘવારી વધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથ 9.5 ટકા રહેવાની આશા છ. નાણાકીય વર્ષ 2021-22 માટે સીપીઆઇ મોંઘવારીનું અનુમાન 5.7 ટકા રાખવામાં આવ્યું છે.
શક્તિકાંત દાસે આશા વ્યક્ત કરી છે કે, સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા આર્થિક પેકેજ લાંબા સમય સુધી ચાલનારા સુધારોની સારી શરૂઆત કરશે. તેમણે એવું પણ જણાવ્યું કે, ઉપભોગ, રોકાણ અને બહારની ડિમાન્ડમાં ફરી એક વાર તેજી આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)