Face Of Nation 06-07-2022 : ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટમાં હારનો સામનો કર્યા પછી ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ ફોર્મની અસર હવે રેન્કિંગ પર પણ થવા લાગી છે. 6 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં ટોપ-10ની રેન્કિંગમાં રહેનારો વિરાટ કોહલી હવે આ યાદીમાંથી બહાર થઈ ગયો છે. ICCની તાજેતરમાં બહાર પાડેલી રેન્કિંગના આધારે વિરાટ કોહલી હવે 13મા સ્થાને આવી ગયો છે. 2053 દિવસો પછી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10ની યાદીથી તે બહાર થઈ ગયો છે.
25મી નવેમ્બર 2019 પછી એક પણ સદી નથી
વિરાટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં છેલ્લી સદી 23મી નવેમ્બર 2019ના દિવસે ફટકારી હતી. ત્યારપછી તેણે 18 ટેસ્ટ મેચમાં 27.25ની એવરેજથી માત્ર 872 રન કર્યા છે. તો બીજીતરફ વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં 5 મેચમાં માત્ર 249 રન કર્યા છે. આ દરમિયાન તેની એવરેજ 27.66ની રહી હતી. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ છેલ્લી ટેસ્ટ મેચમાં રિષભ પંતને શાનદાર બેટિંગનો ફાયદો પણ થયો છે. તે 5 પોઈન્ટ જંપ કરી ટોપ-5મા પહોંચી ગયો છે.
ખેલાડી તરીકે રન નથી કરી શકતો વિરાટ
વિરાટના રેકોર્ડ પર નજર કરીએ તો સ્પષ્ટપણે જોવા મળે છે કે એક બેટર તરીકે તેનું બેસ્ટ ત્યારે જ સામે આવ્યું જ્યારે તે કેપ્ટન હતો. આ દરમિયાન તેણે 68 ટેસ્ટની 113 ઈનિંગમાં 54.80ની એવરેજથી 5864 રન કર્યા હતા. બીજી બાજુ એક ખેલાડી તરીકે વિરાટે 60 ઈનિંગમાં 39.46ની એવરેજથી 2210 રન કર્યા હતા, જેમાં 7 સદી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).