Home News કુલભૂષણ કેસ : આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ : વિજય રૂપાણી

કુલભૂષણ કેસ : આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ : વિજય રૂપાણી

Face Of Nation : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કુલભૂષણ જાદવ કેસ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે આ દિવસ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે મુલવતા ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટેજી અને સમ્બન્ધ જે રીતે પાછલા વર્ષો માં વધાર્યા તેને કારણે પાકિસ્તાન પર દરેક સ્તરે દબાવ આપણે વધારી શક્યા છીએ. તેને જે રીતે અભિનંદનજી ને એક જ દિવસમાં છોડી દેવા પડ્યા હવે 16 માંથી 15 જજીસે ભારત ની અને કુલભૂષણ ની તરફેણ કરી છે. તે આપણી મોટી જીત છે અને પાકિસ્તાન હવે ખુલ્લું પડી ગયું છે. મુખ્યમંત્રી એ કુલભૂષણ જાદવ જલ્દી ભારત પાછા આવે તેવી આશા વ્યક્ત કરતા આ ઘટના ને આનંદ ને ભારત માટે હર્ષ રૂપ ગણાવી હતી