Home News મહારાષ્ટ્ર સંકટ : બળવાખોર ધારાસભ્યો 12મી જુલાઈ સુધી ગુવાહાટીમાં રહેશે, ભાજપે પોતાના...

મહારાષ્ટ્ર સંકટ : બળવાખોર ધારાસભ્યો 12મી જુલાઈ સુધી ગુવાહાટીમાં રહેશે, ભાજપે પોતાના ધારાસભ્યોને 29મી જૂન સુધીમાં મુંબઈ પહોંચવાનું કહ્યું!

Face Of Nation 27-06-2022 : શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને 12મી જુલાઈ સુધી ગુવાહાટીમાં જ રાખવાની તૈયારી છે. ગુવાહાટીની જે હોટલમાં શિંદે જૂથના ધારાસભ્યો રોકાયા છે, તેનું બુકિંગ 12મી જુલાઈ સુધી વધારી દેવાયું છે. આ તારીખ સુધી હોટલમાં અન્ય લોકો માટે એકપણ રૂમ ઉપલબ્ધ નથી. સુપ્રીમ કોર્ટ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર જવાબ આપ્યા બાદ 11મી જુલાઈએ સુનાવણી કરશે. તો આ તરફ મહારાષ્ટ્ર ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને 29મી જૂન સુધીમાં મુંબઈ પહોંચવાનું કહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી. જે બાદ ધારાસભ્યો માટે આ આદેશ જાહેર થયા છે. આ પહેલાં પાર્ટીના સીનિયર લીડર્સે રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો.
ઉદ્ધવે બળવાખોર મંત્રીઓના ખાતા પાછા ખેંચ્યા
મહારાષ્ટ્રમાં જોવા મળતા રાજકીય સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર 9 મંત્રીઓના વિભાગ પાછા ખેંચી લીધા છે. આ વિભાગોના કામ બીજા મંત્રીઓને સોંપી દેવાયા છે. શિંદેનો વિભાગ સુભાષ દેસાઈને સોંપાયો છે. રાજ્ય મંત્રી (ગ્રામીણ) શંભુરાજ દેસાઈના ગૃહ વિભાગની જવાબદારી સંજય બાંસોડેને સોંપાઈ છે. આ રીતે રાજેન્દ્ર પાટિલ, અબ્દુલ સત્તાર અને ઓમપ્રકાશ કડૂને સોંપવામાં આવેલા નાણા, નિયોજન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા, રાજ્ય ઉત્પાદક શુલ્ક, મેડિકલ શિક્ષણ, ટેક્સટાઈલ, સાંસ્કૃતિક કાર્ય અને અન્ય પછાત વર્ગ (OBC) કલ્યાણ વિભાગને રાજ્ય મંત્રી વિશ્વજીત કદમ, સતેજ પાટિલ, પ્રજક્ત તાનપુરકે, અદિતિ તટકરે અને દત્તાત્રેય ભરનેને સોંપાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).