Home Uncategorized કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે...

કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન

ફેસ ઓફ નેશન, 01-05-2020 : કોરોનાને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થવાને આરે છે. તેમ છતાં ગુજરાતના અમદાવાદ સહીતના શહેરોમાં કોરોના કાબુમાં આવવાનું નામ નથી લઇ રહ્યો. દિવસે દિવસે વધતા જતા કેસોને લઈને અમદાવાદ ગુજરાતનું કોરોના કેન્દ્ર બની ગયું છે. તેવામાં લોકમુખે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે ત્રીજી મે પછી લોકડાઉન ખુલશે કે કેમ ? જો કે આ ચર્ચાનો અંત લાવતા કેન્દ્ર સરકારે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાઓ અને શહેરોને રેડ ઝોનમાં નાખી દીધા છે. જ્યાં લોકડાઉન બાદ પણ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો. આ સાથે કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે. જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે. રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !