Face Of Nation 24-06-2022 : શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ અમદાવાદના પ્રેમી રમીઝે લગ્ન કરવાની ના પાડતા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ભાડાના ઘરમાં નફીસાની સાથે તેની રૂમ પાર્ટનર શબનમ પણ રહેતી. શબનમે મીડિયા સમક્ષ કહ્યું છે કે, રમીઝ નફીસાના ઘરના ભાડા સહિતનો ખર્ચ ઉપાડતો તેમજ બંને 5 વર્ષથી લિવ-ઇનમાં રિલેશનશીપમાં રહેતા હતા.
રમીઝ નફીસાના ભાડાના ઘરમાં આવતો જતો હતો
નફીસાની રૂમ પાર્ટનર શબનમે જણાવ્યું હતું કે, હું નફીસા સાથે ભાડાના ઘરમાં છેલ્લા પાંચ મહિનાથી રૂમ પાર્ટનર તરીકે રહેતી હતી. નફીસા અમદાવાદના રમીઝ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ રમીઝ લગ્નનો વાયદો કરીને ફરી ગયો હતો. જેથી ડિપ્રેસનમાં આવીને નફીસાએ આત્મહત્યા કરી લીધી. નફીસા અને રમીઝ છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશીપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. રમીઝ નફીસાના ઘરનું ભાડું, લાઇટ બિલ સહિત તમામ ખર્ચ ઉપાડતો હતો. રમીઝ નફીસાના ભાડાના ઘરમાં આવતો જતો હતો અને બંને પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. ઘરમાં અમે હું અને મારા પતિ તેમજ નફીસા અને રમીઝ એમ ચાર લોકો રહેતા હતા.
નફીસા સવારે 4 વાગ્યા સુધી ઓનલાઈન હતી
શબનમે કહ્યું કે, નફીસાએ આત્મહત્યા કરી ત્યારે હું ઉપરના રૂમમાં સૂતી હતી. અમે રાત્રે 3 વાગ્યા સુધી સાથે જ હતા. પરંતુ ત્યારે એવું કશું જ લાગ્યું નહીં કે તે આવું પગલું ભરી લેશે. મારે સવારે 9 વાગ્યે નોકરી જવાનું હોવાથી સૂવા માટે ગઇ હતી. સવારે જોયું નીચે આવી પડદો હટાવ્યો તો હું તેને લટકતી જોઇ ચોંકી ગઇ અને પોલીસ તેમજ તેના પરિવારના લોકોને માહિતી આ અંગે જાણ કરી. નફીસા 4 વાગ્યા સુધી તો સોશિયલ મીડિયામાં ઓનલાઇન પણ હતી.
રમીઝનો પરિવાર નફીસા સાથે લગ્નની વિરુદ્ધમાં હતો
શબનમના જણાવ્યા અનુસાર, રમીઝના પરિવારજનો નફીસાને અપનાવવાની ના પાડી રહ્યા હતા. તેથી પરિવારે તેને પણ ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો. નફીસા હંમેશા કહેતી કે, મારે રમીઝ સાથે મારે લગ્ન કરવા છે, હું તેના વિના નહીં રહી શકું. શબનમે કહ્યું કે, રમીઝને કારણે મારી બહેન જેવી ફ્રેન્ડ નફીસાને જીવ ગુમાવવો પડ્યો છે. તેને ન્યાય મળવો જોઇએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).