Home News નવી પોલિસી : ભૂગર્ભમાંથી “પાણી ખેંચવાના” પણ ચૂકવવા પડશે રૂપિયા; જૂના-નવા તમામ...

નવી પોલિસી : ભૂગર્ભમાંથી “પાણી ખેંચવાના” પણ ચૂકવવા પડશે રૂપિયા; જૂના-નવા તમામ બોરવેલ માટે 10,000 ભરીને નોંધણી કરાવવી ફરજિયાત!

Face Of Nation 30-06-2022 : ગુજરાત સહિત દેશભરમાં ભૂગર્ભ જળ સ્તરને લઈને ચિંતા વધી રહી છે, ત્યારે હવે કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ નવી પોલિસી અમલમાં લાવવા જઈ રહ્યો છે. આ પોલિસી અંતર્ગત હવે ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે નાણાંની ચુકવણી કરવી પડશે. તો બીજીતરફ કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્ત્વનો નિર્ણય કરવા જઈ રહ્યું છે, જેમાં હવે હયાત બોરવેલ માટે પણ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું ફરજિયાત બની જશે. આ ઉપરાંત બોરવેલ બનાવવા માટે ચાર્જ પણ ભરવો પડશે. આમ, હવે નવા બોરવેલ બનાવવા માટે મંજૂરી લેવાની સાથે સાથે નાણાકીય બોજ પણ ઝીલવો પડશે.
ભૂગર્ભ જળનો વપરાશ કરવા 10 હજાર ચાર્જ 
જમીનમાં જળ સ્તર જે રીતે ઊંડા જઈ રહ્યા છે ત્યારે હવે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે નાણાકીય ચુકવણી કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે રૂપિયા 10 હજારની રકમ પણ નક્કી કરવામાં આવી છે. ભૂગર્ભ જળ એ સિંચાઈ માટેનો મહત્ત્વનો સ્ત્રોત છે. ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, દેશમાં એવું આયોજન નથી કે દરેક સ્થળે કેનાલ હોય કે નદી વહેતી હોય, જેથી પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે. સિંચાઈ માટે જે લોકો કૂવો ખોદતા હોય, બોર બનાવતા હોય તે લોકો માટે, એટલે કે કૃષિ સિંચાઈક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવી છે.
નવી પોલિસીના અમલીકરણ માટે પત્ર લખાશે
કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ પોલિસી અમલી બનાવવા જઈ રહી છે, ત્યારે દરેક રાજ્યમાં આ પોલિસી અમલી બને એ માટે આગામી સમયમાં કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ તમામ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને માહિતગાર કરશે. કેન્દ્ર સરકારની આ પોલિસી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લાગુ પડશે. તો બીજીતરફ તમામ રાજ્યનાં રહેણાક એપાર્ટમેન્ટ્સ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત, માઈનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પૂલ માટે તેમજ પીવા તથા ઘરેલુ વપરાશમાં લેનારા સહિત તમામ ભગર્ભ જળ વપરાશ કરનારાઓ માટે આ પોલિસી અમલી બનશે. આ યોજનામાં અરજી કરવાની મુદત 30મી સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).