Home News અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ...

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ

ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા સેલ્ફ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન થયેલા વિજય નેહરાનો આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેને લઈને ટૂંક સમયમાં તેઓ ફરીથી કોરોના સામેની લડાઈમાં જોડાઈ શકે તેમ છે. આજે ટ્વીટ કરીને તેમણે માહિતી આપી છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી ખુબ જલ્દી હું કોરોનાની લડાઈમાં જોડાઇશ.
આ ટ્વીટ સાથે જ તેમણે તેમના શુભેચ્છકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. હાલ અમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા માટે ચાર સિનિયર અધિકારીઓને સરકારે મેદાનમાં ઉતાર્યા છે. જેઓએ કડક હાથે કામગીરી પણ શરૂ કરી છે અને કોરોનાને કાબુમાં લેવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી કરી દેવામાં આવી છે. માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવામા આવી છે. સુપર સ્પ્રેડરને શોધવા માટે તંત્ર કામે લાગ્યું છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video