Home Uncategorized ધર્મ સત્તા રાજ સત્તાને શરણે : જાંબુસરમાં સ્વામિનારાયણના સાધુને ભાજપે ટિકિટ આપી

ધર્મ સત્તા રાજ સત્તાને શરણે : જાંબુસરમાં સ્વામિનારાયણના સાધુને ભાજપે ટિકિટ આપી

Face Of Nation 11-11-2022 : ગુજરાતમાં ધર્મ સત્તા રાજ સત્તાના શરણે પડી હોય તેવા ઘણા ચિત્રો ઘણીવાર ઉભા થયા છે. મોદી આગળ હાથ જોડીને ઉભા રહેલા સ્વામિનારાયણના સાધુઓને જાણે કે મોદીમાં જ ભગવાનના દર્શન થતા હોય અને હાથ જોડીને પ્રભુને વિનંતી કરી રહ્યા હોય તેવી તસવીરો પણ ઘણી જોવા મળી છે. ખેર ! મૂળ વાત કરીએ તો ધર્મ સત્તા જયારે રાજ સત્તાના શરણે પડે છે ત્યારે ધર્મ ઉપર અનેક સવાલો ઉભા થાય છે. ધર્મના નામે ભગવો ઓઢીને નીકળેલા લોકો ઉપર પણ અનેક સવાલો ઉભા થાય છે. કહેવાય છે કે, રાજકારણમાં કોઈ દુધે ધોયેલા હોતા નથી અને સાધુઓ જયારે રાજકારણના રવાડે ચઢે ત્યારે ધર્મ પતનના રસ્તે ધકેલાય છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. જંબુસરમાં ભાજપે સ્વામિનારાયણના સાધુને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
ભગવાં વસ્ત્રો, ગળામાં માળા અને કપાળ પર તિલક લગાવતા સ્વામિનારાયણના સંત ડી કે સ્વામીને જંબુસર બેઠક પરથી ભાજપે રણસંગ્રામમાં ઉતાર્યા છે. આમોદના નાહીયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના સંચાલક ડી કે સ્વામીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. માત્ર 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર દેવકિશોરજી સાધુ એટલે કે ડી કે સ્વામી અનેક વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે. 2017થી ટિકિટ માટે પ્રયાસો કરતા સક્રિય કાર્યકર ડી કે સ્વામીને આ વખતે ટિકિટ મળી છે. ડી કે સ્વામી સ્થાનિક હિન્દુ મતદારો ઉપર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સત્તા માટે ભાજપ ઝૂકી ગઈ ? : મોદી અને અમિત શાહ વિરુદ્ધ બેફામ બોલનાર હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપવી પડી